Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love

Friday, August 23, 2013

અંગ્રેજી ભાષા શિખવા માટે નંદાઈએ લખેલા પુસ્તકનું પ્રકાશન

નંદાઈ
સ્ત્રિયાંઓં કા આત્મબલ વિકાસ કેંદ્ર માં નંદાઈ
૬ મે,૨૦૧૦ ના દિવસે 'રામરાજ્ય ૨૦૨૫' આ સંકલ્પના ઉપર થયેલ પરમપૂજ્ય બાપુનું પ્રવચન શ્રદ્ધાવાનોએ સાંભળ્યુ જ હશે. આ પ્રવચનમાં બાપુએ અનેક વિષયો ઉપર મહત્વપૂર્ણ માહિતી આપી હતી. એમાં એક મહત્વનો મુદ્દો હતો, ’અંગ્રેજી સારી રીતે બોલતા શીખવુ.’ એ વખતે બાપુ બોલ્યા હતા કે, ”આજે અંગ્રેજી જગતના વ્યવહારની ભાષા બની ગઈ છે. પોતાની માતૃભાષા માટે જરુર માન હોવુ જોઈએ પરંતુ આજના સમયમાં પોતાની લૌકિક પ્રગતી માટે ઈંગ્લિશ સુધારવુ જરુરી થઈ પડ્યુ છે. જો આપણે વિશ્વ સ્પર્ધામાં ટકી રહેવુ હશે તો અસ્ખલીત અંગ્રેજી બોલતા આવડવુ જોઈએ. આ હેતુ થી આપણે 'અનિરુદ્ધાઝ ઈન્સ્ટિટ્યુટ ઓફ લેંગ્વેજ એન્ડ લિંગ્વિસ્ટિક્સ' આ સંસ્થાનું સ્થાપન કરી રહ્યા છીએ.” આગળ બાપુએ કહ્યું હતુ કે, ”અનેક લોકો ઈંગ્લિશ્માં બોલતા પહેલા પોતાની માતૃભાષામાં વિચાર કરે છે અને પછી ઈંગ્લિશમાં બોલે છે. આ ખોટુ છે. આને કારણે આપણા વિચારો અને તેની અભિવ્યક્તીમાં એક ખાઈ નિર્માણ થાય છે. આ ખાઈને કારણે ભાષા અસ્ખલિત બનતી નથી. ભાષા ઉપર પ્રભુત્વ મેળવવુ ખૂબ જરુરી છે. તેની જે ફ્લૂઅન્સી હોય છે તે મહત્વની છે.”

 
સૌ.સ્વપ્નગંધાવીરા અનિરુદ્ધસિંહ જોશી
સૌ.સ્વપ્નગંધાવીરા અનિરુદ્ધસિંહ જોશી
ઉપરાંત આ ઈન્સ્ટિટ્યુટના પ્રમુખ અને તેના સર્વેસર્વા પોતે 'સૌ.સ્વપ્નગંધાવીરા અનિરુદ્ધસિંહ જોશી' (એટલે જ આપણા સૌના લાડકા નંદાઈ) હશે એ પણ બાપુએ તે વખતે જાહેર કર્યુ. આપણને ખબર જ છે કે છેલ્લા અનેક વર્ષોથી નંદાઈ 'સ્ત્રીઓના આત્મવિકાસ વર્ગો' ચલાવે છે, જેમાં ઈંગ્લિશ શીખવુ એ આ વર્ગના અભ્યાસક્ર્મનું એક મહત્વનું અંગ છે. આત્મબલના વર્ગમાં પ્રવેશ મેળવેલી અનેક સ્ત્રીઓ શરુઆતમાં અંગ્રેજી ભાષાથી બીલકુલ અજાણ હોય છે. પરંતુ આ જ સ્ત્રીઓને નંદાઈ માત્ર છ જ મહિનામાં અંગ્રેજી બોલતા અને લખતા શીખવે છે. જેથી કરીને આત્મબલનો ક્લાસ કરેલી સ્ત્રીઓ રોજીદા વ્યવહાર પૂરતી અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતી થઈ જાય છે. ઉપરાંત આ કોર્સના અંતમાં જે સ્નેહસંમેલન થાય છે તેમાં આ વર્ગની જ અમુક સ્ત્રીઓ અંગ્રેજી નાટકમાં પૂરા આત્મવિશ્વાસથી ભાગ લે છે.

     આના જ અનુસંધાનમાં, અંગ્રેજી શીખવા માટે ઉપયોગી એવા, નંદાઈએ પોતે લખેલા પુસ્તકો ના સેટ ટૂંક સમયમાં જ પ્રકાશિત થઈ રહ્યાં છે. આ પુસ્તકોને કારણે દરેક ઈચ્છુક શ્રદ્ધાવાન માટે અંગ્રેજી શિખવાનો માર્ગ સહેલો અને સુલભ થઈ જશે. આ પુસ્તકને હાથમાં લેવું, જોવું, વાંચવુ અને ઉપયોગમાં લેવુ એ એક અલગ જ આનંદ દેનારી બાબત ઠરશે. તેમજ બાપુને અપેક્ષિત એવા રામરાજ્યના પ્રવાસનો આ એક મહત્વનો હિસ્સો હશે એ નિશ્ચિત છે.

No comments:

Post a Comment

AD (728x60)