Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love

Monday, July 1, 2013

યુરોપિયન ઈકોનોમી

યુરોપિયન ઈકોનોમી


  યા જ અઠવાડિયે રેડ ક્રોસ, બેકેલ ગેલેટાના સેક્રેટરી જનરલે ચેતવણી આપી હતી કે યુરોપના અમુક દેશોમાં બેકારી અને ગરીબીએ એ હદે માઝા મૂકી છે કે તેને કારણે સામાન્ય જનતામાં અસંતોષ અને રોષની લાગણી ફેલાઈ રહી છે. આ બાબતમા યોગ્ય સમયે ઉચીત પગલા લેવામાં નહીં આવે તો જનતા આંદોલન કરવા પર ઉતરી શકે છે. વુલ્ફ્ગેન્ગ સ્કેવબલ જે ‘    જર્મનીના નાણામંત્રી છે તેઓએ પણ આ બાબતે ચર્ચા કરતી વખતે ચેતવણી આપી છે કે બેકારીને નાથવા માટે જલદી કોઈ હકારાત્મક પગલા લેવામાં નહીં આવે તો યુરોપ આર્થિક રીતે નબળુ પડી શકે છે.

    આ ચર્ચા થઈ એના થોડા જ દિવસો પહેલા સ્વીડન, જે યુરોપનું એક આર્થિક દ્રષ્ટીએ સદ્ધર અને સ્થિર રાષ્ટ્ર માનવામાં આવે છે તેને પોતાની રાજધાની સ્ટોકહોમમાં હિંસક તોફાનોનો સામનો કરવો પડ્યો હતો.  રસની વાત એ છે કે આ સ્વીડીશ રાજધાની સ્ટોકહોમને યુરોપનું આર્થિક રીતે સંપન્ન શહેર માનવામાં આવે છે. આ પહેલા સ્વીડને આવા મોટા હિંસક આંદોલનોનો સામનો કરવાનો ક્યારેય વખત નથી આવ્યો. આ આંદોલનોએ જગતને બતાવી દીધુ છે કે યુરોપ આર્થિક રીતે કઈ હદ સુધી કથળી રહ્યું છે.

   
યુરોપના ઘણાખરા દેશો દેવાના ડુંગર તળે દબાયેલા હોવાને કારણે તેઓના ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આમ હોવા છતાં સ્વીડને પોતાના આર્થિક દરને ઉંચાઈ ઉપર ટકાવી રાખવામાં સફળતા મેળવી છે. જેને કારણે આજના સમયમાં સ્વીડન, ફ્રાન્સ અને જર્મન કરતા આર્થિક રીતે મજબૂત અને સદ્ધર રાષ્ટ્ર ગણાય છે. આમ હોવા છતાં ત્યાં થયેલા તોફાનોએ લોકોને વિચારતા કરી મૂક્યા છે. આર્થિક રીતે સંપન્ન હોવા છતાં આવા તોફાનો થવાનુ મુખ્ય કારણ છેલ્લા થોડા વરસોની આર્થિક મંદી પછીની બદલાતી જતી પરિસ્થિતી છે. લોકો અહીં સારા ભવિષ્યની ખોજમાં અને નોકરીની સારો તકો મળવાની આશાએ આવે છે અને સ્થાયી થાય છે પરંતુ વાસ્તવિકતા કંઈ જુદી જ છે. અહીં નોકરીની તકો તદ્દન નહીંવત છે. સારા અને શિક્ષિત યુવાનોને પણ અહીં સારી નોકરી મેળવવા માટે વલખા મારવા પડે છે એવી હાલત છે. આખા યુરોપમાં લગભગ આ જ પ્રમાણેની સ્થિતી પ્રવર્તે છે. ગ્રીસમાં તો બેકારીનો દર સૌથી ઉંચો એટલે કે ૬૪.૨% જેટલો છે અને આવનારા વરસોમાં ગ્રીસના અમુક ભાગોમાં આ દર ૭૫% પહોંચવાની તૈયારીમાં છે. સ્પેન પણ કંઈક આવી જ વિષમતાનો સામનો કરી રહ્યું છે. ત્યાં આ બેકારીનો દર ૫૬.૪% જેટલો છે. પોર્ટુગલ પણ આમાંથી બાકાત રહ્યું નથી. ત્યાં બેકારીનો દર ૪૨.૫% ચાલી રહ્યો છે. ઉપરાંત યુરોપના બીજા રાષ્ટ્રો જેવાકે સાયપ્રસ, લાટવીઆ, અર્યલેન્ડ, લિથુનિયા અને એસ્ટોનીયામાં પણ બેકારી કુદકે અને ભૂસકે વધી રહી છે. જાણીને આંચકો લાગશે કે ૧૫ થી ૨૪ વરસની વય સુધીની એક ત્રુતિયાંશ પ્રજા હાલમાં યુરોપિયન યુનિયનમાં ગરીબાઈનો સામનો કરી રહી છે.
   
    આની અસર રુપે છેલ્લા બે વરસથી ત્યાંની સ્થાનિક સરકારોએ ઘણીબધી વેલફેર સ્કીમ ઉપર કાપ મૂકી દીધો છે. જેથી ખર્ચ ઘટાડી શકાય. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને અપાતી સહાયનો પણ સમાવેશ થાય છે. જેને કારણે યુવા પેઢીમાં અસંતોષ ફેલાયો અને તેઓની આ હતાશા સ્ટોકહોમના હુલ્લડોના રુપમાં બહાર આવી.

    કંઈક આવા જ પ્રકારના તોફાનો ૨૦૧૧માં ઈંગ્લેન્ડમાં થયા હતા. સતત પાંચ દિવસ સુધી ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં તોફાનોની જ્વાળા ભભૂકતી રહી. આ જ્વાળાઓ ખૂબ ઝડપથી આસપાસના રાજ્યો અને શહેરોમાં ફેલાઈ. દુકાનદારોની દુકાનો લૂંટાતી રહી અને પોલીસ લાચાર બનીને જોતી રહી. આ તોફાનો અને હુલ્લડો પછી ધ્યાનમાં આવ્યુ કે આ બધાનું મૂળ કારણ ત્યાં પ્રવર્તતી બેકારી, ગરીબાઈ, બીજા દેશોમાંથી આવીને સ્થાયી થયેલ પ્રજા અને અમીરી-ગરીબી વચ્ચેની ભેદરેખા એ હતુ.

    સ્ટોકહોમના હુલ્લડોએ માત્ર એ જ સાબીત નથી કરી દીધુ કે ૨૦૧૧ની સાલ પછી યુરોપની સ્થિતી કંઈ હદ સુધી નાજૂક થઈ ચૂકી છે પરંતુ યુરોપ છેક ભંગાણને આરે આવીને ઉભુ રહ્યું છે એ તરફ પણ અંગુલી નિર્દેશ કર્યો છે. મંદીનુ ભારણ ઓછુ થયાનુ અને આર્થિક પરિસ્થિતીમાં સુધારાનુ ચિત્ર પણ ખરેખર તો વાસ્તવિકતાથી તદ્દન અલગ છે.

    ઘણાખરા દેશોએ પોતાના રાષ્ટ્ર્નું આર્થિક સ્તર સુધારવા તેમજ લોકોનું જીવનધોરણ ઉંચુ લાવવા માટે વિવિધ યોજનાઓ ચાલૂ કરી છે. છતાંપણ વધતી લાચારી અને બેકારીએ ઘણા કુટુંબોની કમર તોડી નાંખી છે. ઉપરાંત સરકારી યોજનાઓમાં ઘટાડો થવાને કારણે યુરોપના લોકોમાં અસંતોષની લાગણી ઝડપથી ફેલાતી જોવા મળે છે. ગ્રીસ, પોર્ટુગલ, ઈટાલી, આર્યલેન્ડ અને સ્પેન જેવા રાષ્ટ્રો નજીકના ભૂતકાળમાં જનમાનસમાં ફેલાયેલા આ જંગી અસંતોષનો સામનો કરી ચૂક્યા છે. જોકે જર્મની જેવા આર્થિક રીતે મજબૂત કહેવાતા દેશને પણ આવા અસંતોષનો ભોગ બનવુ પડ્યુ છે.

   
૨૦૧૧ની સાલમાં જ્યારે આરબ દેશો પોતાની જ પ્રજાએ પોકારેલા બળવાની જ્વાળામાં લપેટાયેલા હતા ત્યારે બીજી તરફ યુ.એસ. અને યુરોપની ગલીઓમાં ”ઓક્યુપાઈ” (કબજો જમાવો) ચળવળ ચાલતી હતી. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેમકે ત્યાંની સરકારો માત્ર ભૌતિકવાદી અને ધનવાન બિઝનેસમેનોના જ હિત સાચવતી હતી. દુનિયાના ઘણા દેશો જનઆક્રોશ ભરી પરિસ્થિતીનો સામનો કરી રહ્યાં હતા. છેલ્લા એકાદ વરસથી યુરોપમાં આવા જ પ્રકારની ચળવળ ”બ્લોક્યુપાઈ” ના નામે ચાલુ થઈ છે. કેવી વિરોધાભાસી પરિસ્થિતી છે. એક સમયે યુરોપના દેશો આ ભૌતિકવાદ (કેપીટાલીસ્ટ ઈકોનોમી) ના કારણે સમૃદ્ધ બન્યા અને આજે આ જ ભૌતિકવાદી નિતી વિરુદ્ધ બળવો પોકારાઈ રહ્યો છે. અહીં એક બાબત નોંધવી જોઈએ કે  યુરોપમાં અને ખાસ તો જર્મનીમાં જે આર્થિક રીતે સદ્ધર દેશ ગણાય છે ત્યાં જ આવા પ્રકારના બળવાનું ઉગમસ્થાન છે. આ ચળવળ ખાસ કરીને યુરોપિયન યુનિયને, યુરોપના દેશોની સરકારો માટે જે પગલા લીધા એના માટે છે. યુરોપિયન સેંટ્ર્લ બેન્ક અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ વિરુદ્ધ પણ તેઓએ આ બળવો પોકાર્યો છે.

    આ પડતી પાછળ જવાબદાર કારણોમાં આર્થિક રીતે સદ્ધર યુરોપના અલગ અલગ દેશોના દાવાઓ છે. આ બધા પ્રદેશોની યાદી ઘણી મોટી થવા જાય છે. ઈટાલીમાં આવેલ વેન્ટો અને લોમ્બાર્ડી, સ્કોટલેન્ડ જે યુનાઈટેડ કિંગડમનો એક ભાગ છે, સ્પેનમાં આવેલ કાટાલોનીયા, બેલ્જીયમનું ફ્લેન્ડર્સ, ફ્રાન્સનું કોર્સીકા ઈત્યાદી. સમૃદ્ધ હોવાને કારણે આ બધા દેશો પોતાના દેશના જી.ડી.પી.માં અને કરવેરા ભરવામાં મહત્તમ યોગદાન આપે છે તેમ છતાં તેઓને મળતી સુવિધાઓ, ફાયદાઓ અને વિકાસલક્ષી કાર્યક્રમો ઉતરતી કક્ષાના છે. આ વિરોધાભાસને કારણે તેઓ વચ્ચેની ખાઈ ઉંડી થતી જાય છે જેણે લોકોના મનના આક્રોશને ઈંધણ પૂરુ પાડવાનુ કામ કર્યુ છે. પરિણામે આ બધા દેશોએ સ્વતંત્ર થવાની માગણી રજૂ કરી છે. આ બધુ જોતા ટૂંકમાં યુરોપની આ આર્થિક પડતી માત્ર યુરોઝોન ને તોડવામાં જ નહીં પરંતુ સંપૂર્ણ યુરોપને ટુકડાઓમાં વહેંચાઈ જવા માટે કારણભૂત બનતી જાય છે.

   
એકબાજુ જ્યારે યુ.એસ. ડોલર ઓલરેડી અસ્થાઈ થઈ રહ્યો છે ત્યારે યુરો નું ભવિષ્ય પણ ઉજ્જવળ નથી જણાઈ રહ્યું. એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં લાગે કે વધતી બેકારી, ગરીબી અને યુરોપિયન ઈકોનોમીની થઈ રહેલી પડતીમાં વધારો બીજી મોટી વૈશ્વીક મંદી તરફ દોરી રહ્યો છે. જેને પરિણામે માત્ર યુરોઝોન જ નહીં પરંતુ આખેઆખુ યુરોપ જ ડુબવાની અણીએ ઉભુ છે. નોંધવાલાયક બાબત એ પણ છે કે આ બધી ઘટનાના પરિણામ સ્વરુપ યુ.એસ. ડોલરની સામે રુપિયામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજના ૫૭.૧૪ના યુ.એસ. ડોલરની સામે રુપીયો નીચા સ્તરે ચાલી રહ્યો છે.

No comments:

Post a Comment

AD (728x60)